મળ્યા સાચાં મિત્રોનાં નામ ,
હું બિનદાસ થઈ ગયો!
દ્વિધા મટી ગઈ તમામ,
હું બિનદાસ થઈ ગયો!
મળ્યો અણધાર્યો મુકામ,
હું રાજી રાજી થઈ ગયો !
છૂટી એ બધી દોડધામ,
હું બિનદાસ થઈ ગયો!
મિત્રતાને કરી સલામ,
હું ગદગદ થઈ ગયો!
ચિંતાને કર્યું રામરામ,
હું બિનદાસ થઈ ગયો!
મિત્રો શોધવાની એ વ્યથા,
દૂર થઈ ગઈ હવે!
મળ્યાં અનેક માનઠામ,
હું બિનદાસ થઈ ગયો!
વધારવા મૈત્રી સંગીનતા,
રહ્યા પ્રયત્નો મુજના
ત્યાગી દી સર્વ દમામ,
હું બિનદાસ થઈ ગયો!
'શાન્તમ' ગમે છે મને,
આ ન્યારું વળગણ મૈત્રીનું
મળતા મિત્રતા આયામ,
હું બિનદાસ થઈ ગયો!
'શાન્તમ'
તા.૨૩-૭-૨૦૦૯
mitro sahunej game evu banatun nathi parantu jemne game che e sahue aanandnu shirnamu shodhi kadhyun che
ReplyDeleteanil