Friday, 11 November 2011

અણગમો નથી હવે !


મરજી મુજબની ઊંઘ, કે સપનાં નથી હવે!
દોસ્તો! તમારાથી દૂર જવું ગમતું નથી હવે!

મિત્રતા સમો પાવન કોઈ સંબંધ નથી હવે!
એ સર્જન જેવી જગે , કોઇ રચના નથી હવે!

સંબંધો આપણાં એવા તો પાકા થઈ ગયાં હવે!
આ સત્ય નકરું સત્ય છે, અફવા નથી હવે!

દિલનો આઘાત દિલમાં, પીંગળી ગયો હવે!
એ જિંદગીની ઘટમાળ છે, ઘટના નથી હવે!

નારાજગી ભૂતકાળ બની, ભૂલાઈ ગઈ હવે!
એનો કોઇ ઉલ્લેખ કે , કોઇ ચર્ચા નથી હવે!

દોસ્તો! આપણી મિત્રતાનો મહિમા લાજવાબ છે
એ મૌન છે , મૂક છે,તેનો કો' પડઘો નથી હવે!

'શાન્તમ' વાત વાતમાં મિત્રતા , એવી બંધાણી કે,
કોઇને ય કોઇ વાતમાં, અણગમો નથી હવે!

શાન્તમ
તા.. ૧૬/૭/૨૦૦૯
shantam1934@gmail.com
9892136425

2 comments:

  1. સ્વાગતમ
    માત્ર કવિતા જ કેમ? ગદ્યમાં જે મોકળાશ છે- તે કવિતામાં ક્યાં?

    ReplyDelete
  2. heartiest congrats for establishing your blog.keep regularly writing-you may also post your earlier poems.
    anil parikh

    ReplyDelete