Tuesday, 22 November 2011

મિત્ર તારી મિત્રતા


 જો ઓચિંતી રસ્તે મળે, 
મિત્ર તારી મિત્રતા

એ મીણ જેમ પીંગળે, 
મિત્ર તારી મિત્રતા

કદી તડકો બને, કે છાયા બને પ્રેમની
લૈ રૂપ જૂજવાં મળે , 
મિત્ર તારી મિત્રતા

મૈત્રી નામનો સુર્ય, કદી આથમતો નથી
સંધ્યાના રંગોમા હળે, 
મિત્ર તારી મિત્રતા

રાત ભલે અંધકારતી પથબથ વહે
દિનરાત સળવળે , 
મિત્ર તારી મિત્રતા

સતત સુવાસ થૈ ફોર્યા કરે ચોતરફ
ભીની હુંફ લૈ નીકળે , 
મિત્ર તારી મિત્રતા

હું ભાગ્યશાળી બન્યો, તારા જેવો મિત્ર મળ્યો
"શાન્તમ " વખાણ્યા કરે, 
મિત્ર તારી મિત્રતા

શાન્તમ
9892136425


No comments:

Post a Comment