Thursday, 5 January 2012

અણગમો નથી હવે !


મરજી મુજબની ઊંઘ , કે સપના નથી હવે!
દોસ્તો! તમારાથી દૂર જવુ ગમતુ નથી હવે!

મિત્રતાસમો પાવન કોઇ સંબંધ નથી હવે!
એ સર્જન જેવી જગે , કોઇ રચ્ના નથી હવે!

સંબંધો આપણા એવા તો તો, પાકા થઈ ગયા હવે !
આ સત્ય ન કરું સત્ય છે, એ અફવા નથી હવે !

દિલનો આઘાત દિલમાં પીંગળી ગયો હવે,
એ જિંદગીની ઘટમાળ છે , ઘટના નથી હવે!

નારાજગી ભૂતકાળ બની ભૂલાઈ ગઈ હવે!
એનો કોઇ ઉલ્લેખ કે ચર્ચા નથી હવે !

દોસ્તો! આપણી મિત્રતાનો મહિમા લાજવાબ છે ,
એ મૌન છે , મૂક છે, તેનો કો' પડઘો નથી હવે!

'શાન્તમ' વાતવાતમાં મિત્રતા, એવી બંધાણે કે,
કોઇને કોઇ વાતમાં અણગમો નથી હવે !
'શાન્તમ' તા. ૧૬-૭-૨૦૦૯

No comments:

Post a Comment