Saturday, 12 November 2011

સાચી સુંદરતા

તા. ૧૦/૧૧/૧૧

સંધ્યા ટાણે કુદરતની,
સાચી સુંદરતા પી શકાય છે.
 ત્યારે ખીલેલા એ રંગોની,
  સાચી સુંદરતા પી શકાય છે.

કોઇનેય બૂરી નજરે,
  જોવુ એ સારા લક્ષણ નથી જ,
 કદી આંખ મીંચીને,
સાચી સુંદરતા પી શકાય છે.

અનાયાસ મળેલ ભાર,
હળવો કરવા જીવન મહીં,
 રસ્તે વિહરતી સ્ત્રી કેરી,
      સાચી સુંદરતા પી શકાય છે.

જુલ્ફો ભલે ઉડતાં રહે,
ને સુંદરતા વધારતા રહે.
 જુલ્ફમાં ચહેરા પરની 
સાચી સુંદરતા પી શકાય છે.

નિર્દોષતા, નિખાલસતા,
 ને નમ્રતા, જો નયનમાં ભળે,
સાદગી ભર્યા ચહેરાની
  સાચી સુંદરતા પી શકાય છે.

જુઓ ભલે કરૂપતાને
તેને પ્રેમથી દિલમાં સંઘરો
માયા હૈયામાં જાગતા જ,
સાચી સુંદરતા પી શકાય છે.

શાન્તમ
9892136425

No comments:

Post a Comment